વાંકાનેર પોલીસ દ્વારા રફાળેશ્વર નજીકથી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે સાથે સાથે બે જેટલા ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ જડેશ્વર જતા રોડ ઉપર આવેલ આકાશ આઇસ ગોલા સામે રોડ ઉપર તીથવા નજીક એક સ્વિફ્ટ કાર જી.જે.ર૭.એ.એ.૨૦૩ર કી.રૂ.૩૦૦,૦૦૦/-માં વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે લઈ જતા હોય ત્યારે પોલીસ દ્વારા કારને અટકાવી તેની તપાસ કરતાં કારમાંથી (૧) રોયલ ચેલેન્જ ફાઇન,રીર્ઝવ વ્હિસ્કી, ઇગ્લીશ દારુની બોટલ નંગ ૬૦ કી.રૂ.૩૧૨૦૦/-તથા (ર) ઓલસેસન્સ ગોલ્ડન કલેકશનરીર્ઝવ વ્હિસ્કીઇગ્લીશ દારુની બોટલ નંગ ૨૪ કી.રૂ.૧૪૪૦૦/-નો જથ્થો મળી આવ્યો હતો ત્યારે પોલીસ દ્વારા કારમાં સવાર બે ઈશમો
પ્રધ્યુમનસિંહ ઉર્ફે પ્રદીપસિંહ અનોપસિંહ વાધેલા જયરાજસિંહ ઉર્ફે પીન્ટુ બળવંતસિંહ જાડેજા
ને પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે પોલીસ દ્વારા પ્રોહિબિસન એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી ચલાવી છે.