આવતીકાલે એટલે કે, તા. ૧૩-૧૦-૨૨ ને ગુરુવારના રોજ મોરબીનાં દોશી હાઈસ્કૂલ દરબાર ગઢ ખાતે કિન્નર સમાજ પરિવાર દ્વારા પાંચિયા દાદાનો માંડવો યોજાશે. જેમાં બપોરે 2-30 કલાકે આઈ મા ના સામૈયા જયેશભાઈ ગોલતર, શ્રી રામ નિવાસ સ્થાન ત્રાજપર- મોરબી ખાતેથી કરવામાં આવશે. તેમજ રાવળદેવ ભાવેશભાઇ ગુજજર અને જીતુભાઇ દ્વારા ડાકલા વગાડવામાં આવશે.
ત્યારે કાર્યક્રમમાં પધારવા રેખાદે પદમાદે માં, નાયક હીરાદે દીવાળીદેમાં નાયક, સંગીતાદે હીરાખાદે માં, રોશનીદે ધનાદે માં, પુજાદે હિરાદે નાયક, રીકુદે સંગીતાદે, સીમરનદે સંગીતાદે, સમા રીકુદે, વૈશાલીદે ખુશબુદે, જાન્વીદે રોશનીદે, પ્રીયંકાઠે રેખાદે અને શ્રધ્ધાદે પ્રીયંકાદે દ્વારા નિમંત્રણ પઢાવવામાં આવ્યું છે.