તાજેતરમાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુ.રા. ગાંધીનગર તરફથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સારૂ ગુજરાત રાજયમાં ડ્રાઇવ રાખેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક મોરબી એસ.આર.ઓડેદરાએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટરને સુચના આપતા એન.બી.ડાભી પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબીનાં માર્ગદર્શન હેઠળ આજરોજ પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઈ રસિકભાઇ ચાવડા તથા પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે વાકાંનેર સીટી પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૫૪ર૬/૨૦૧૪ પ્રોહી. એકટ ક. ૬૫(૧)બી,૬૫એઇ,૮૧ મુજબના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી આસુભાઇ ચોખાજી વિશ્રોઇ (ઉ.વ.૪૨ રહે. ખાપરોલ તા.ધાનેરા જી. બનાસકાંઠા મૂળ રહે દાતા તા.સાંચોર જી.જાલોર રાજસ્થાન) વાળાને તા.૨૩/૦૨/૨૦૨૧ ના રોજ દાતા ગામેથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે વાકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોપેલ છે.
આમ, વાકાનેર પોલીસ સ્ટેશનના ઇગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા ૭ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી પેરોલ ફર્લો સ્કવોડ/એલ.સી.બી ને સફળતા મળેલ છે.
આ કામગીરીમાં વી.બી. જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર, એન.બી.ડાભી પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા પેરોલ ફર્લો સ્કવોડ/એલ.સી.બી.ના એ.એસ.આઇ. રસિકભાઇ ચાવડા, વિક્રમસિંહ બોરાણા, સંજયભાઇ પટેલ, રજનીભાઇ કૈલા, કૌશીકભાઇ મારવણીયા તથા પો.હેડ.કોન્સ. ચંન્દ્રકાંતભાઇ વામજા, જયવંતસિંહ ગોહીલ, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રા, ભરતભાઇ મિયાત્રા, નિરવભાઇ મકવાણા, દશરથસિંહ પરમાર, અશોકસિંહ ચુડાસમા, સતિષભાઇ કાંજીયા, હરેશભાઇ સરવૈયા સહિતનાઓ દ્વારા કરેલ છે.