Saturday, December 28, 2024
HomeGujaratવાંકાનેર : રાતાવિરડા રોડ ઉપરથી દારૂ, બીયરનાં જથ્થા સાથે ૩ પકડાયા, એક...

વાંકાનેર : રાતાવિરડા રોડ ઉપરથી દારૂ, બીયરનાં જથ્થા સાથે ૩ પકડાયા, એક ફરાર

વાંકાનેર તાલુકાના રાતાવિરડા રોડ ઉપરથી ઇગ્લીશ દારૂની ઇકકો કારનુ પાયલોંટીંગ કરતો મો.સા.ચાલક તથા ઇકકો કારમાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઇસમનો ઇગ્લીશ દારૂની બોટલ નંગ.૧૫૬ તથા બીયર ટીન નંગ.૪૮ કી.રૂ.૬૦,૬૦૦/- મળી કુલ રૂપીયા ૩,૫૫,૬૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ

- Advertisement -
- Advertisement -

આજે તા.રર ના રોજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા તથા નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઇ દ્વારા જીલ્લામાં પ્રોહી-જુગાર જેવી પ્રવૃતી સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય દરમ્યાન વાંકાનેર સર્કલ પોલીસ ઇન્સ. આઇ.એમ.કોંઢીયાના માર્ગદર્શન હેઠળ આર.પી.જાડેજા,પોલીસ સબ ઇન્સ.વાંકાનેર તાલુકા તથા સર્વેલન્સ ટીમના માણસો પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પો.હેડ કોન્સ.મયુરધ્વજસિંહ જાડેજા તથા પો.કોન્સ.હરીશચંન્દ્રસિંહ ઝાલા ને મળેલ સંયુકત બાતમી આધારે વાંકાનેર તાલુકાના રાતાવીરડા રોડ,ગેનીટો સીરામિક નામના કારખાના પાસેથી ઇગ્લીશ દારૂની પાયલોટીંગ કરી ઇકકો કારમાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા આરોપી રાકેશ નાનાભાઇ મછાર (ઉ.વ.રપ, ધંધો મજુરી, રહે.હાલ સરતાનપર, મોટો સ્લીમ સીરામિક, મુળ ગામ નરોડા તા.ખાનપુર જી.મહીસાગર), રઘુભાઇ ઉર્ફે રઘો રાણાભાઇ ઇન્દરીયા (ઉ.વ.ર૩ ધંધો મજુરી રહે.ડુંગરપુર તા.હળવદ જી.મોરબી) તથા પાયલોંગટીંગ કરનાર અરવિંદ વિરજીભાઇ ઇંદરીયા (ઉ.વ.ર૦ ધંધો મજુરી રહે.ડુંગરપુર તા.હળવદ જી.મોરબી) વાળાઓને મેક ડોવેલ્સ નંબર-૧ સુપરીયર વ્હિસ્કી, બોટલ નંગ ૧૨૦ (કિં.રૂ. ૪૫૦૦૦/-) ગ્રેવીટી ગ્રીન એપલ ફલેવર વોડકા, બોટલ નંગ ૨૪ (કિં.રૂ.૭૨૦૦/-) ગ્રેવીટી પ્યોર ગ્રેન વોડકા, બોટલ નંગ ૧૨ (કિં.રૂ.૩૬૦૦/-) કિંગ ફીશર સ્ટ્રોન્ગ પ્રીમીયમ બીયર ટીન નંગ ૪૮ (કી.રૂ.૪૮૦૦/-) તથા ઇકકો કાર નંબર જીજે-૩૬-એલ-૮૯૭૮ (કી.રૂ.૨,૫૦,૦૦૦/-) તથા મો.સા.હીરો સ્પેન્ડર જીજે-૩૮-એસી-૯૦૪૮ (કી.રૂ.૩૦,૦૦૦/) તથા મોબાઇલ નંગ -૩ (કી.રૂ.૧૫૦૦૦/- ) મળી કુલ રૂપીયા ૩,૫૫,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તથા આરોપી પરેશભાઇ લવાભાઇ નાકીયા (રહે.ઠીકરીયાળી તા.વાંકાનેરવાળો) નાશી જતા ચારેય ઇસમ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.તેમજ પકડાયેલ આરોપીનો કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ કરેલ છે.

આ કામગીરીમાં પીએસઆઈ આર.પી.જાડેજા તથા પો.હેડ.કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, પો.કોન્સ.જગદીશભાઇ ગાબુ, હરીશચન્દ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા સહિતનાંઓ રોકાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!