વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઈકાલે વાંકાનેરનાં માટેલ રોડ પર રેસી સીરામીકની લેબર કોલોની પાસે જાહેરમાં જુગાર રમતાં મનુભાઈ છનાભાઇ ચૌહાણ, પ્રવિણભાઈ નરશીભાઈ ગેલડીયા, ભરતભાઈ સોમાભાઈ વાઘેલા, હંસરાજભાઈ ચતુરભાઈ પનારા, રાજેશભાઈ ગેલાભાઈ ઝાલા અને જીલાભાઈ લાલજીભાઈ દેકાવડીયા એમ કુલ ૬ ઈસમોને રોકડા રૂ. ૧૧,૨૪૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









