બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ભુપેન્દ્રસિંહ ઈન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૪૦, રહે હાલ મુંજકા તા. જી. રાજકોટ, મુળ ગામ ભરાડા) એ ટેન્કર રજી. નં. જીજે-૦૩-બીડબલ્યુ-૫૬૭૮નાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી તથા સાહેદ ગત તા. ૧૩/૩નાં રોજ સવારે સાડા આઠેક વાગ્યે રાજકોટ-ચોટીલા હાઈવે ઉપર બામણબોર થી આગળ વિજય હોટલ સામે રોડ પરથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે આરોપી ટેન્કર રજી. નં. જીજે-૦૩-બીડબલ્યુ-૫૬૭૮નાં ચાલકે પોતાનું ટેન્કર પુરઝડપે ચલાવી ફરિયાદીનાં મો.સા.ને પાછળથી ઠોકર મારી ફરિયાદીને માથાના ભાગે ઈજા તથા જમણા ખંભે ભાંગટુટ તથા જમણા હાથે છોલછાલ તથા સાહેદને શરીરે છોલછાલ કરી નાશી છુટ્યો હતો. વાંકાનેર તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.