Sunday, January 5, 2025
HomeGujaratવાંકાનેર : માટેલ રોડ પરથી બોગસ ડોક્ટર ઝડપાયો

વાંકાનેર : માટેલ રોડ પરથી બોગસ ડોક્ટર ઝડપાયો

મોરબી જીલ્લા એસપી એસ.આર.ઓડેદરાની સુચનાથી એસઓજી પીઆઈ જે.એમ.આલનાં માર્ગદર્શન હેઠળની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન પ્રાથમિક હેલ્થ સેન્ટર ઢુવાના ઇન્ચાર્જ મેડીકલ ઓફિસરને સાથે રાખી વાંકાનેર તાલુકાના માટેલ રોડ અમરધામ ચોકડી પાસે પ્રયાગ ચેમ્બરમાં પટેલ કલીનીક દવાખાનામાં તપાસ કરતા કોઈપણ ડીગ્રી વગર આરોપી પ્રવીણ મનસુખ વઘાસીયા (રહે.ઉમા ટાઉનશીપ સત્યમ હાઈટ એ બ્લોક નં. ૪૦૨,મોરબી-૨) વાળો પટેલ કલીનીક નામનું દવાખાનું ચલાવી મેડીકલ પ્રેક્ટીસ કરતો હોય જે બોગસ ડોક્ટરને એસઓજી ટીમે દબોચી લઈને કલીનીકમાંથી દવા અને સાધનો સહિત રૂ ૧૫,૬૫૫ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં એસઓજી પીઆઈ જે.એમ.આલની ટીમના કિશોરભાઈ મકવાણા, રસિકભાઈ કડીવાર, જયપાલસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ વાઘડીયા, સતીશભાઈ ગરચર અને યોગેશદાન ગઢવી સહિતનાઓ જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!