આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ખુશ્બુબેન ઘનશ્યામભાઈ મકવાણા (ઉ.વ.૨૩, ધંધો-ઘરકામ, રહે. ચંદ્રપુર ભાટીયા સોસા. ત્રિલોકધામ સોસા.પાસે, તા.વાંકાનેર) એ આરોપીઓ શહેનાઝબેન હનીફભાઈ શાહમદાર, હનીફભાઈ અલીભાઈ શાહમદાર, ઈલ્યાસભાઈ ઈબ્રાહીમભાઈ (રહે. ત્રણેય ભાટીયા સોસા. ચંદ્રપુર, તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૭ ના રોજ એક આરોપી ફરીયાદીના ઘરની પાછળની સાઈડ દુકાનના ઓટા પર બેઠેલ છોકરાઓ ગાળો બોલતા આરોપીએ ગાળો ન બોલવા કહેતા ફરીયાદીના ભાઈ સાહેદ જીજ્ઞેશભાઈ ઘનશ્યામભાઈ મકવાણા બેઠેલ હોય તેણે આરોપીને પોતે ગાળ બોલેલ નથી તેમ કહેતા તેની સાથે બોલાચાલી કરી ગાળો બોલતા ફરીયાદી તથા સાહેદ ફરીયાદીની માતા તથા ફરીયાદીના બહેન અંજલીબેન આરોપીને સમજાવવા જતા ફરિયાદી તથા સાહેદો સાથે બોલાચાલી કરી ગાળો બોલી ઝપાઝપી કરી મુંઢ ઇજા પહોંચાડી તથા આરોપીએ ગાળો બોલી છુટા પથ્થરનો ઘા કરતા ફરીયાદી પોતાના ઘરના ધાબા પર ઉભેલ હોય મોઢાના ભાગે વાગતા નાકના ભાગે તથા ડાબી આંખના ભાગે ઇજા પહોંચાડી તથા ફરીયાદીના ભાઈ જીજ્ઞેશભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. વાંકાનેર સીટી પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.