Thursday, January 9, 2025
HomeGujaratવાંકાનેર : મેશરીયા ગામેથી દેશી બનાવટની જામગરી બંદુક સાથે એક ઝડપાયો

વાંકાનેર : મેશરીયા ગામેથી દેશી બનાવટની જામગરી બંદુક સાથે એક ઝડપાયો

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરા તથા નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇ સાહેબ તરફથી આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શાંતિમય વાતાવરણ જળવાઇ રહે જે અનુસંધાને મોરબી જિલ્લામાં ગે.કા.હથિયારો રાખી અસમાજીક પ્રવૃતિ કરતા ઇસમો શોધી કાઢી ધોરણસર કાર્યવાહી કરવા સુચના મળતા વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. આર.પી.જાડેજા માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય દરમિયાન પો.હેડ કોન્સ.જુવાનસિંહ ભરતસિંહ ઝાલા હકિકત આધારે વાંકાનેર તાલુકાના મેશરીયા ગામના તળવા પાસેથી આરોપી ગોબરભાઇ જીવાભાઇ ઓતરાદી (ઉ.વ-૪૫ ધંધો-ખેતી રહે-ચીરોડા તા-ચોટીલા જી-સુરેન્દ્રનગર) વાળો પોતાના કબજામાં ગે.કા.દેશી બનાવટની મઝલ લોડ સીંગલ બેરલ (જામગરી) બંદૂક નંગ-૧, સાથે પકડી પાડી આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.તેમજ ઇસમનો કોવીડ ૧૯ નો ટેસ્ટ કરાવવા કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં આર.પી.જાડેજા પો.સબ.ઇન્સ વાંકાનેર તાલુકા તથા પો.હેડ કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા તથા જુવાનસિંહ ઝાલા તથા પો.કોન્સ.મુકેશભાઇ જીલરીયા તથા હરીશચન્દ્રસિંહ ઝાલા તથા દર્શિતભાઇ વ્યાસ તથા અજયસિંહ ઝાલા તથા અકિલભાઇ બાંભણીયા રોકાયેલ હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!