પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઇનાં માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના થઈ આવેલ હોય જે અનુસંધાને પો.સ.ઈ. બી. ડી. જાડેજાને ખાનગીરાહે બાતમી મળતા એએસઆઈ હિરાભાઇ મઠીયા તથા પો.કોન્સ. કૃષ્ણરાજસિંહ ઝાલા તથા પ્રતિપાલસિંહ વાળા એમ બધા થાન ચોકડીએ વોચમાં હતા. આ દરમ્યાન આરોપી શૈલેષભાઈ ગભરૂભાઈ ધાંધલ (ઉ.વ.૨૬, ધંધો-મજુરી, રહે.કુંભારા, તા.જી. બોટાદ, હાલ રહે. નવાગામ ચોકડી, ઝાલાવાડ પોટરી, થાનગઢ, જી.સુરેન્દ્રનગર) પસાર થતા તેને પકડી પાડી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને લાવી ધોરણસરની કાર્યવાહી કરવામા આવી છે. ઉલ્લેખનીય છે કે આરોપી છેલ્લા છ માસથી પ્રોહીબીશનના ગુનામાં નાશતો-ફરતો હતો.