Friday, December 27, 2024
HomeGujaratવાંકાનેર : રાણેકપર ગામ નજીકથી બાઈકની ચોરી, ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : રાણેકપર ગામ નજીકથી બાઈકની ચોરી, ફરિયાદ નોંધાઈ

મુળ રાજસ્થાનના વતની અને હાલ ઢુવા ગામ નજીક ફેનીક્સ કારખાનાની મજુર ઓરડીમાં રહી મજૂરીકામ કરતાં મુકેશભાઈ રાયસનભાઈ ડામોર એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૬ જુલાઈનાં રોજ તેઓ તેમના કૌટુંબિક બનેવી માનસીંગભાઈ કટારાનું હોન્ડા કંપનીનું કાળા કલરનું લાલ પટ્ટાવાળું શાઈન ડ્રીમ બાઈક નં. જીજે-૩૫-એલ-૩૭૨૦ કિં.રૂ.૭૦,૦૦૦/- વાળું લઈને મજુરી કામ અર્થે જતાં હોય ત્યારે મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે ઉપર રાણેકપર ગામના પાટીયાથી મોરબી તરફ આવતા વણાંક નજીક, ભારત રોડવેઝ સામે રોડ ઉપર બાઈક સ્લીપ થતાં અકસ્માત થયેલ હોય ફરિયાદીને ઈજા થતાં તેઓ બાઈક હેન્ડલ લોક કર્યા વગર ચાવી સાથે સ્થળ પર મુકી સારવાર અર્થે મોરબી ગયા હોય બાદમાં સ્થળ પરથી કોઈ ચોર ઈસમ આ બાઈકની ચોરી કરી લઈ ગયો હતો. પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!