જીતું સોમાણીએ ફોડ્યો વધુ એક લેટર બોમ્બ : મોહન કુંડારિયાએ કરેલ નિવેદન બાબતે આપ્યો જવાબ
હું સાચો રધુવંશી છુ ક્યારેય અસત્ય બોલતો નથી ૨૦૧૭ મોરબી જીલ્લાની ત્રણેય વિધાનસભા મોહનભાઈએ હરાવેલ તે જીલ્લાના લોકો જાણે છે અને આ બાબતે પ્રદેશમાં રજૂઆત કરેલ છે ૨૦૨૧ માં માળિયા પાલિકાની ચુંટણીમાં ૬૦ વર્ષથી ઉપરનાને ટીકીટ આપેલ છતાં જીલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા વિરુદ્ધ કેમ કોઈ કાર્યવાહી નહિ ?
જસદણ અને વીછીયા તાલુકા પંચાયત ચુંટણીમાં ભરત બોઘરાની પક્ષ વિરોધી પ્રવુંતીને કારણે હાર થઇ છતાં જીલ્લા પ્રમુખ દ્વારા પ્રદેશને કેમ કોઈ રીપોર્ટ કરાવેલ નહિ ફક્ત વાંકાનેર સાથે જ કિન્નાખોરી કેમ ?
મારા કોઈ ગેરકાયદેસર ધંધા ચાલતા નથી મારી સરકારમાં જમીન મેળવવા માટે કોઈ ફાઈલો નથી પરંતુ જીલ્લાના અમુક આગેવાનોએ ખોટી જમીનો મંજુર કરાવેલ તે આવનારા સમયમાં પ્રજા સામે મુકીશ : જીતું સોમાણી
વાંકાનેર પાલિકાના ૨૮ ચુટાયેલા સભ્યોએ પ્રમુખ-ઉપપ્રમુખ સર્વસંમતીથી નક્કી કરીને જિલ્લાને સૂચવેલ પણ જયશ્રીબેન સેજપાલ લોહાણા સમાજમાંથી આવતા હોય અને મોહનભાઈ કુંડારિયા લોહાણા સમાજને રાજકીય રીતે ખતમ કરી નાખવા માંગતા હોય તેથી એક જ વોર્ડમાંથી પ્રમુખ ઉપપ્રમુખના નામો મુકાવેલ હતા.
મને રાજકીય રીતે ખતમ કરી નાખવા માટે મોહનભાઈ મારું ખૂન કરાવી નાખે કા અકસ્માત કરાવી ખાતે તેમજ મારા પર ફક્ત બે સમાન્ય કેસ હોય તો મને પાસામાં પુરાવી નાખે તેવો મને ભય છે : જીતુ સોમાણી
હું સંઘની વિચાર ધારા ધરાવું છુ અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છુ પરંતુ મોહનભાઈ કુંડારિયા મારું રાજકીય અસ્તિત્વ ખતમ કરવા માંગતા હોય ફક્ત વ્યકતિગત તેની સામે વિરોધ છે