વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા માટેલ-ઢુંવા રોડ ઉપર ફોર્ડ કંપનીની ઇકો-સ્પોર્ટ કાર રજી.નં. જીજે-૦૬-પીસી-૧૯૪૮ માંથી બડવાઇઝર મેગનમ બિયરના એક ટીન સાથે કાર ચાલક આરોપી ગૌતમભાઈ જીતેન્દ્રભાઈ રાઠોડ ઉવ.૩૦ રહે.હાલ ભીમગુડા ગામ નજીક એકસેલ પેપરમીલ સામેના ભાગે ખાણમાં તા.વાંકાનેર મુળરહે.અમરદળ ગામ તા.રાણાવાવ જી.પોરબંદર વાળાને પકડી લેવામાં આવ્યો છે, પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછતાછમાં આ બિયર ટીન વાંકાનેર તાલુકા જામસર રહેતા મુકેશભાઈ પાસેથી મેળવ્યું હોવાની કબૂલાત આપી હતી, હાલ વાંકાનેર તાલુકા પોલીસે કાર તથા બિયર ટીન મળી કુલ કિ.રૂ.૪,૦૦,૨૫૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.