વાંકાનેર તાલુકાના રંગપર ગામ નજીક તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સોમનાથ હોટલ આગળ મેસરીયા આઉટ પોસ્ટ ખાતે શંકાસ્પદ હાલતમાં સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નં. જીજે-૦૩-બીજી-૦૭૦૭ લઈને નીકળેલ શખ્સને રોકી તેની પાસે રહેલા થેલાની તલાસી લેતા તેમાંથી કિંગફિશરના બે નંગ ટીન કિ.રૂ.૪૪૦/- મળી આવતા, બાઇક ચાલક આરોપી પ્રવીણભાઇ નથુભાઇ મેર ઉવ.૨૨ રહે.રંગપર ગામની સીમ સોમનાથ હોટલ સામે ગભરૂભાઇની વાડીમા તા.વાંકાનેર મુળ રહે.પીપળીયા ગામ તા.ચોટીલા જી.સુ.નગર વાળાની સ્થળ ઉપરથી અટક કરી મોટર સાયકલ સહિત કુલ રૂ.૩૦,૪૪૦/-નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.