બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મહેશભાઇ બચુભાઇ અહલગામા (ઉ.વ. ૩૫)એ ડમ્પર(ટ્રક) વાહન રજી. નં. જીજે-૦૩-ડબલ્યુ-૮૪૭૦ નાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૩ના રોજ સાંજના સાતેક વાગ્યાના સુમારે તીથવા (વડસર)માં કિશાન સ્ટોન ક્રસરના કારખાનામાં ડમ્પર (ટ્રક) વાહન રજી. નંબર GJ-03-W 8470 ના ચાલક હેમતભાઇ મંગાભાઇ ગફલતભરી રીતે પરઝડપે વાહન રીવર્સમાં લેતા હતા ત્યારે ટ્રકની પાછળ રમતાં ફરિયાદીનાં દિકરા અંનસુ(ઉ.વ.૨)ને ઠોકરે લઈ બાળકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આથી તેનું મૃત્યુ થયું હતું. બનાવની ફરિયાદનાં આધારે વાંકાનેર તાલુકા પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.









