Monday, May 20, 2024
HomeGujaratભૂલા પડેલા મહીલાને તેના પરીવાર સાથે મીલાપ કરાવતી વાંકાનેર સીટી પોલીસ

ભૂલા પડેલા મહીલાને તેના પરીવાર સાથે મીલાપ કરાવતી વાંકાનેર સીટી પોલીસ

વાંકાનેર : મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં મહીલા તેમજ બાળકોના પ્રશ્નોનુ સુખદ નિવારણ કરવા સુચના કરેલ હોય જેથી મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સિટીના પો.ઈન્સ એન.એ.વસાવા અત્રેના પો.સ્ટેના સી ટીમના માણસો કામગીરી કરવા પ્રયત્નોશીલ હતા તે દરમ્યાન ગઈ તા.૨૨ના રોજ વાંકાનેર સીટી પો.સ્ટે ના કેરાળા ગામના સરપંચ આરીફભાઈ બાદીએ વાંકાનેર સીટી પો.સ્ટે ટેલીફોનીક જાણ કરેલ કે, કેરાળા ગામે જાપા પાસે આશરે ૪૦ થી ૪૫ વર્ષના બેરા-મૂંગા એક બહેન ભુલા પડી ગયેલ છે તેવુ જણાવતા અત્રેના પો.સ્ટેના સી-ટીમના માણસો તેમજ પી.સી.આર વાહન મોકલી પો.સ્ટે લઈ આવી તપાસ કરતા મહીલાનુ નામ ખૈરૂનબેન નજીરભાઈ ભટ્ટી રહે.મોરબી કાલીકાપ્લોટ નર્મદા હોલની પાસે તા.જી.મોરબી વાળી હોવાનુ જણાવતા તેઓના પરીવારજનો ની તપાસ કરી તેના પરીવાર સાથે મીલાપ કરાવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!