Friday, December 27, 2024
HomeGujaratવાંકાનેર : અલગ અલગ બે સ્થળેથી જાહેરમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમી ઝડપાયા,...

વાંકાનેર : અલગ અલગ બે સ્થળેથી જાહેરમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમી ઝડપાયા, બે ફરાર

વાંકાનેરના રાજવડલામાં જુગાર રમતા 4 ઝડપાયા, 2 ફરાર

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા ગામમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે વાંકાનેર પોલીસે રાજવડલા ગામના ઝાંપા પાસેની શેરીમાં દરોડો પાડી જુગાર રમતા પ્રવિણભાઇ મેરૂભાઇ દેત્રોજા, રાજુભાઇ ગાંડુભાઇ દલસાણીયા, ગોવીંદભાઇ ખેંગારભાઇ ગમારા, દિનેશભાઇ ઉર્ફે હકાભાઇ પ્રેમજીભાઇ દેત્રોજાને ઝડપી લીધા હતા જ્યારે રાજુભાઇ લાખાભાઇ શીહોરા, દર્શીત રમેશભાઇ ભોરણીયા ફરાર થઈ ગયા હતા પોલીસે જુગારના પટ્ટમાંથી રૂ.24,500 રોકડ અને જુગાર સાહિત્ય સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો.બનાવ અંગે તમામ આરોપીઓ વીરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

વાંકાનેરમાં જડેશ્વર રોડ રાતીદેવળી ગામ અમરદીપ કારખાનાની પાછળ જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

વાંકાનેર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમ્યાન સાથેના સ્ટાફ પૈકીના પો.કોન્સ કુષ્ણરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ. પ્રતિપાલસિંહ વાળાને હકિકત મળેલ કે વાંકાનેર તાલુકાના જડેશ્વર રોડ રાતીદેવળી ગામ અમરદીપ કારખાનાની પાછળ ખુલ્લામાં જાહેરમાં અમુક ઇસમો ગંજીપતાના પાના તથા પૈસા વડે તીનપતીનો હારજીતનો જુગાર રમી રમાડે છે અને હાલે જુગાર ચાલુ છે તેવી ચોકકસ હકિકત મળતા હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા નીચે જણાવેલ કુલ ચાર ઇસમો ગંજી પતાના પાના નંગ ૫૨ કિં.રૂ.૦૦/૦૦ તેમજ કુલ રોકડા રૂ.૨૦,૬૫૦/- ના મુદામાલ સાથે આરોપીઓ પ્રવિણસિંહ ધીરૂભા ઝાલા (ઉ.વ.પપ, રહે.રાતી દેવડી તા.વાંકાનેર જી.મોરબી) , વિનોદભાઇ હમીરભાઇ વોરા (ઉં.વ.૫૦, રહે.રાતીદેવળી તા,વાંકાનેર જી. મોરબી), એહમદહુશેનભાઇ અબ્દુલભાઇ અમરેલીયા (ઉં.વ. ૪૯ રહે.લક્ષ્મીપરા શેરી નં. ૨ વાંકાનેર જી. મોરબી), પંકજભાઇ રામકૃષ્ણભાઇ કુબાવત (ઉ.વ.૩૫, રહે. રાતીદેવળી તા, વાંકાનેર જી. મોરબી) એમ ચારને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!