Saturday, April 20, 2024
HomeGujaratમોરબીના લખધીરપુર રોડ પરથી કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો, એકની...

મોરબીના લખધીરપુર રોડ પરથી કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો, એકની શોધખોળ

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન લખઘીરપુર ગામની સીમમાં આવેલ સોરેશો સિરામીક પાસેથી સુનિલભાઇ રમેશભાઇ ચરામારી(રહે.સુંદરગઢ,તા.હળવદ) વાળાને ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર કાર રજી. નં. જીજે-૧૮-બીબી-૯૫૭૨માં દેશી દારૂ ૩૫૦ લીટર (કિં.રૂ. ૭,૦૦૦) સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી સુનિલ દેશી દારૂનો જથ્થો વેચાણ કરવા માટે બરકત શાહને આપવા જતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે દેશી દારૂ અને કાર મળી કુલ રૂ. ૩૭,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી બંને શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. તેમજ આરોપી સુનિલ ચરામારીની અટકાયત કરી છે અને આરોપી બરકતને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!