વેપારીને મારમારી ઓફિસમાં તોડફોડ કર્યાની ફરિયાદ નોંધાઈ
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મનીષભાઇ નરશીભાઇ ભોજાણી (ઉ.વ ૩૫,ધંધો-વેપાર રહે. રવાપર રોડ ચીત્રકુટ-૨ હનુમાન મંદીરની બાજુમાં, રામબંધન એપાર્ટમેન્ટ બ્લોક નં.૧૦૧, મોરબી) એ આરોપીઓ ગોરધનભાઇ જેશીંગભાઇ, જેશીંગભાઇ (રહે બંને- સરતાનપર તા. વાંકાનેર) તથા અન્ય પાંચ પુરૂષો અને એક મહીલા સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરીયાદી વાંકાનેરના સરતાનપર રોડ ઉપર પોતાની વેપારની જગ્યા સામે આવેલ સરતાનપર ગામની સીમના ખરાબાની જગ્યામાં કોઇ ગંદકી ન થાય તે માટે સાફ સફાઇ કરી વપરાશ કરતા હોય આ જગ્યા બાબતે ગઈકાલે તા.૧૪નાં રોજ આરોપીઓએ ફરીયાદી પાસે ભાડુ માંગતા ફરીયાદીએ પંચાયત કહેશે તો ભાડુ આપીશ તેમ જણાવતા બંને આરોપીઓ ઉશ્કેરાઇ જઇ ફરીયાદી સાથે બોલાચાલી તેમજ ઝપાઝપી કરી બાદમાં અન્ય પાંચ પુરૂષો તથા એક મહીલા એમ બધાને સાથે લઇ આવી ફરીયાદી તથા તેની સાથેના લોકો પર હુમલો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ઢીકાપાટુનો માર મારી લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા જેવા હથિયાર વડે ફરીયાદી તથા તેની સાથેનાં લોકોને મુંઢ ઇજા તથા લોહીફુટ તથા સાથેના પીનાકીનભાઇને જમણા હાથે ફેકચર જેવી ઇજાઓ પહોંચાડી તેમજ ફરીયાદીની ઓફીસમાં અપપ્રવેશ કરી કાચના દરવાજો તોડી નુકશાન કર્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.