Friday, April 19, 2024
HomeGujaratવાંકાનેર : ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતો ફરતો આરોપી રાજસ્થાનથી...

વાંકાનેર : ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતો ફરતો આરોપી રાજસ્થાનથી ઝડપાયો

મોરબી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચના તથા એલસીબી પીઆઈ વી.બી.જાડેજાનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એનબી.ડાભી તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કોડના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હોય દરમ્યાન બાતમીના આધારે ટીમ બનાવી રાજસ્થાન મોકલતા મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાનાં ઈંગ્લીશ દારૂનાં ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપી રામારામ ઉર્ફે રમેશ ખરતારામ સીયાગ (ઉ.વ.૩૬ રહે. જોધપુર બોરાનાકા સીયાગો કા બાસ તા.જી.જોધપુર રાજસ્થાન) વાળાને રાજસ્થાન તેના રહેણાંક મકાનેથી પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી.બી.જાડેજા, પીએસઆઈ એન.બી.ડાભી, પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા, નિરવભાઇ મકવાણા, પો.કોન્સ. દશરથસિંહ પરમાર, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઇ જીલરીયા, વિક્રમભાઇ ફુગસીયા રણવીરસિંહ જાડેજા સહિતનાઓ રોકાયેલા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!