પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર પોલીસે દિવાનપરા હોકળામાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે રેડ પાડતા ત્યાંથી જુગાર રમતા અનીસભાઇ ઇબ્રાહિમભાઇ સમા, હર્ષદભાઇ જયંતિભાઇ પરમાર, ઇબ્રાહિમભાઇ ઉસ્માનભાઇ સોરઠીયા, સલીમભાઇ અબ્દુલભાઇ મસાલાવાળા અને અબ્દુલકરીમભાઇ અબ્દુલકાદરભાઇ કાદરી ને રોકડા રૂ.૧૩,૬૦૦/- સાથે ઝડપી પાડી તમામ વિરુદ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.