વાંકાનેર ખાતે આવેલ સ્વામીનારાયણ મંદિર નજીક પગપાળા જતી યુવતીને એક શખ્સે બેફામ ગાળો ભાંડી કપાળમાં કડાનો ઘા ઝીંકી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત અનુસાર વાંકાનેરના રાજકોટ રોડ પર આવેલ સ્વામીનારાયણ મંદિર નજીકથી પસાર થઈ રહેલ શોભનાબેન પરસોતમભાઇ દેત્રોજા (ઉ.વ-૨૦ રહે-વાંકાનેર આરોગ્યનગર શેરી નં-૦૨)ને આરોપી કરણ અજાભાઇ ભરવાડ (રહે-સ્ટેચ્યુ પાસે વાંકાનર)એ પાછળથી આવી ગાળો ભાંડી હતી.જેની યુવતીએ મનાઈ કરતા આરોપીએ ઉશ્કેરાઈ જઇ યુવતીને કપાળના ભાગે ડાબા નેણ પર હાથમા પહેરેલ કડુ મારી દેવા સહિત બન્નેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે બાબતે શોભનાબેને વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.