મોરબીમાં કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તા. ૧૨મી મે રાત્રી કર્ફ્યુ અને આંશિક લોકડાઉન લંબાવવામાં આવ્યુ છે ત્યારે વાંકાનેરમાં કોરોના સંક્રમણ વધતુ ટાળવા તકેદારીનાં ભાગરૂપે વાંકાનેર માર્કેટીંગ યાર્ડ આગામી ૧૬ મે સુધી બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.
વાંકાનેર યાર્ડના ચેરમેનની યાદીમાં જણાવ્યા અનુસાર કોરોના મહામારીને ધ્યાને લઈને તા. ૧૬ મેં ને રવિવાર સુધી વાંકાનેર માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે અને બાદમાં સ્થિતિ પ્રમાણે નવી જાહેરાત કરાશે જેથી વાંકાનેર યાર્ડ સાથે સંકળાયેલા ખેડૂતો, વેપારીઓ, દલાલો,વાહનચાલકો અને મજુરોએ નોંધ લેવી નવા માલની ઉતરાઈ પણ બંધ હોય જેથી નવો માલ લાવવો નહિં તેમ પણ યાદીમાં જણાવ્યું છે