Wednesday, October 30, 2024
HomeGujaratવાંકાનેર : ઘીયાવડ ગામની સીમમાં વરંડામાંથી ઈંગ્લીશ દારૂની ૯૨૪ બોટલો પકડી પાડતી...

વાંકાનેર : ઘીયાવડ ગામની સીમમાં વરંડામાંથી ઈંગ્લીશ દારૂની ૯૨૪ બોટલો પકડી પાડતી મોરબી એલ.સી.બી.

મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા સાહેબની સુચના અને એલસીબી પીઆઈ વી.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદુભાઇ કાણોતરા તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઇ કુંગસીયાને ખાનગીરાહે ચોક્કસ બાતમી મળેલ કે, વાંકાનેર તાલુકાના ઘીયાવડગામની ખારાપાટ તરીકે ઓળખાતી સીમના ખરાબામાં ઘીયાવડ ગામના રહેવાસી રાજદિપસિંહ પ્રધ્યુમનસિંહ ઝાલએ પોતાના વરંડામાં ડાંગરની પરાર નીચે ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતારી વેચાણ અર્થે સંતાડેલ હોવાની બાતમીના આધારે ધીયાવડ ગામની સીમમાં વરંડામાં રેઇડ કરતા સ્થળ પરથી ઈંગ્લીશ દારૂની મેક્ડોવેલ નંબર-૧ સુપરીયર વ્હીસ્કીની બોટલો નંગ-૩૩૬ કીમત રૂ. ૧,૨૬,૦૦૦/- તથા નાઇટ બ્લુ મેટ્રો લીકરની બોટલો નંગ-૫૮૮ કીંમત રૂ. ૧,૭૬,૪૦૦/- મળી કુલ બોટલો નંગ-૯૨૪ કિં.રૂ. ૩,૦૨,૪૦૦/- નો મુદામાલ મળી આવતા આરોપી વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી.બી જાડેજા, પીએસઆઈ એન.બી.ડાભી, ચંદુભાઇ કાણોતરા, વિક્રમસિંહ બોરાણા, નિરવભાઇ મકવાણા,પૃથ્વીરાજસિંહ જાડેજા, વિક્રમભાઇ કુંગસીયા, હરેશભાઇ સરવૈયા સહિતનાઓ રોકાયેલા હતાં

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!