Sunday, January 5, 2025
HomeGujaratવાંકાનેર : વઘાસીયા ટોલનાકા પાસેથી લીલા ઘાસચારાની આડમાંથી ઈંગ્લીશ દારૂની ૮૭૬ બોટલો...

વાંકાનેર : વઘાસીયા ટોલનાકા પાસેથી લીલા ઘાસચારાની આડમાંથી ઈંગ્લીશ દારૂની ૮૭૬ બોટલો સાથે એક ઝડપાયો

મોરબી જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાએ જીલ્લામાં દારૂની હેરાફેરી તથા વેચાણની બદી નાબુદ કરવા સુચના કરી હોય જે અન્વયે પીઆઈ વી.બી.જાડેજાનાં માર્ગદર્શન હેઠળ ગત રાત્રે એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન ચોટીલા તરફથી નંબર વગરની અશોક લેલન નાની માલવાહક ગાડીમાં ઘાસચારા ની આડમાં છુપાવીને દારૂની હેરાફેરી કરી વઘાસીયા ટોલનાકા તરફ આવનાર છે તેવી ચોક્કસ બાતમીને આધારે વાંકાનેર વઘાસિયા ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી દરમ્યાન લીલો ઘાસચારો ભરીને પસાર થઈ રહેલ અશોક લેલન કંપનીના દોસ્ત મીની વાહન ચેક કરતા આ ગાડીમાંથી મુનવીક ઓરેન્જ વોડકાની ૭૫૦ એમ.એલ. કાચની કંપની શીલ પેક બોટલ નંગ-૨૫૨ કી.રૂ. ૭૫,૬૦૦, વ્હાઇટ લેક ઓરેંજ ફ્લેવર વોડકાની ૧૮૦ એમએલ. કાચની કંપની શીલ પેક બોટલ નંગ- ૬૨૪ કી.રૂ. ૬૪,૪૦૦, કિંમત રૂપિયા ૧.૩૮ લાખનો જથ્થો મળી આવયો હતો. પોલીસે ગાડીના ચાલક ઇમરાન ઉર્ફે ભાઇજાન રજાકમાઇ (ઉ.વ. ૩૨ રહે. ચોટીલા, ઘાંચીવાડ શેરી નં-૫, તા.ચોટીલા સુરેન્દ્રનગર) વાળાને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ઓપો કંપનીનો મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦/- તેમજ નંબર વગરની અશોક લેલન કંપનીની દોસ્ત મોડલની ગાડી કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- , દારૂનો જથ્થો કિં.રૂ. ૧,૩૮,૦૦૦/- મળા કુલ રૂપિયા ૨,૪૩,૦૦૦/-લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ કલમ હેઠળ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવેલ છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, જયેશભાઇ વાઘેલા, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઇ કુંગસીયા, નિર્મળસિંહ જાડેજા, બ્રિજેશ કાસુન્દ્રા સહિતનાઓ રોકાયેલા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!