બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગાયત્રી મંદિર સામે બરફનાં કારખાના પાસેથી આરોપી જયદીપસિંહ ઘનશ્યામસિંહ જેઠવા (ઉ.વ.૪૬, રહે વૃંદાવન સોસાયટી વાંકાનેર)વાળાને થેલામાં વેચાણ કરવાનાં ઈરાદે ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર રાખેલ ભારતીય બનાવટની પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂ રોયલ ચેલેન્જ ક્લાસિક પ્રિમિયર વ્હીસ્કીની કાચની ૭૫૦ એમએલની કાચની શીલ પેક બોટલ નંગ ૦૬ (કિં.રૂ.૩૧૨૦/-) સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહી. એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.