Wednesday, October 30, 2024
HomeGujaratવાંકાનેર પોલીસે અલગ અલગ ત્રણ સ્થળેથી વિદેશી દારૂ સાથે ચાર ઈસમોને ઝડપી...

વાંકાનેર પોલીસે અલગ અલગ ત્રણ સ્થળેથી વિદેશી દારૂ સાથે ચાર ઈસમોને ઝડપી પાડ્યા

વાંકાનેર તાલુકા અને સીટી પોલીસે ગઈકાલે અલગ અલગ ત્રણ સ્થળેથી વિદેશી દારૂ સાથે ચારને ઝડપી પાડ્યા હતા જેમાં વાંકાનેર તાલુકા પોલીસે માટેલ ગામથી જામસર ગામ તરફ જતા રસ્તે પ્રકાશભાઇ ઉર્ફે પકો ગોરધનભાઇ વીરોડીયા અને પંકજભાઇ બાબુભાઇ નદાસીયાને બાઈક નં.જીજે-૩૬-ક્યુ-૨૮૦૯માં વેચાણ કરવાના ઇરાદે ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની ઓરેન્જ હીલ વોડકા, ઓરેન્જ ફલેવર, વ્હીસ્કીની કંપની શીલપેક બોટલ નંગ-૮ (કિં.રૂ. ૨૪૦૦/-) અને બાઈક મળી કુલ રૂ. ૩૭,૪૦૦/-ના મુદામાલ સાથે બંને આરોપીઓને ઝડપી પાડી દારૂ અને બાઈક કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે અન્ય બનાવમાં વાંકાનેરમાં સરતાનપર રોડ પર રીચ કારખાના સામેથી ગત તા. ૩ના રોજ પોલીસે સંજયભાઇ પોપટભાઇ રાઠોડને ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની શીલપેક બોટલ નંગ ૧ (કી.રૂ. ૪૦૦/-) સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

ત્યારે વાંકાનેર સીટી પોલીસે રાતિદેવળી ગામમાં વણકરવાસમાંથી રાજેન્દ્રભાઈ બાબુભાઈ વોરાને ઈકો કાર નં. જીજે-૩૬-આર-૧૮૫૮માં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ વ્હીસ્કીની શીલ પેક બોટલ નંગ ૨૪ (કી.રૂ.૭૨૦૦/-) તથા વોડકા બોટલ નંગ ૪૪ (કી.રૂ. ૩૭૪૦/-)ની હેરાફેરી કરતા ઝડપી પાડ્યો હતો. પોલીસે રેઈડ દરમ્યાન ઈંગ્લીશ દારૂ અને કાર મળી કુલ રૂ. ૧,૩૦,૯૪૦/- નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!