મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહી-જુગારની બદીઓ દુર કરવા કડક સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક પી.એ ઝાલાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસની ટીમે સીટી સ્ટેશન રોડ પાસેથી એક બે ઈસમોને જુગાર રમતા પકડી પાડ્યા હતા. જયારે એક શખ્સ ફરાર થયો હતો.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, સીટી સ્ટેશન રોડ પાસે અમુક ઈસમો જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસાવતી તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જુગાર રમતા ઈકબાલશાં મહમદશાં શેખ (રહે-વાંકાનેર સીટી સ્ટેશન રોડ સીટી સ્ટેશન પાસે તા.વાંકાનેર જી.મોરબી) તથા અલીઅસગરભાઈ ઓસમાણભાઈ શેખ (રહે-વાંકાનેર સીટી સ્ટેશન રોડ સીટી સ્ટેશન પાસે તા.વાંકાનેર જી.મોરબી) નામના બે ઈસમોને પકડી પાડ્યા હતા. જયારે ગફુરભાઈ મુસલમાન (રહે-વાંકાનેર મીલપ્લોટ તા.વાંકાનેર જી.મોરબી) નામનો શખ્સ પોલીસને ચકમો આપી રફુચ્ચર થઈ જતા તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તેમજ પકડાયેલ આરોપીઓ પાસેથી પોલીસે રોકડા રૂ.૭૧૦/- તથા GJ-36-AA-0661 નંબરનું રૂ.૧૦,૦૦૦/-ની કિંમતનું મોટર સાઇકલ મળી કુલ રૂ.૧૦,૭૧૦/-નો મુદામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.