Friday, January 3, 2025
HomeGujaratકારમાંથી 36 હજારની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી લેતી વાંકાનેર પોલીસ

કારમાંથી 36 હજારની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી લેતી વાંકાનેર પોલીસ

વાંકનેર પોલીસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈ કાર ચાલક સહિત અન્ય એક શખ્સ સામે કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ હેડ કોન્સટેબલ હરપાલસિંહ જયેન્દ્રસિંહ
પરમાર, કોન્સટેબલ કૃષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલાને બાતમી હકીકત મળેલ કે થાન રોડ ઉપરથી
વાંકાનેર તરફ લુણસરીયા ફાટકથી એક વેગેનઆર કાર નં.જી.જે ૨૭ કે ૪૬૧૯માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી આવી રહી છે.જે હકીકત આધારે પોલીસ સ્ટાફ તાત્કાલિક ત્યાં પહોંચતા વેગનઆર કાર ત્યાંથી પસાર થઈ હતી.જેના મનસુખભાઈ બાબુભાઈ વાઘેલા (ઉવ.૨૮) રહે.સોમાસર તા.મુળી જી.સુરેન્દ્રનગર, ગણપતભાઈ મોહનભાઈ વાઘેલા (ઉવ.૨૪) તા.મુળી જી.સુરેન્દ્રનગર અટકાવી તલાશી લેતા કારમાંથી ઇગ્લીશ દારૂની મેકડોવેલ્સ નંબર-૧ સુપરીયર વ્હીસ્કી બોટલો નંગ-૯૬ કીરૂ ૩૬૦૦૦ તથા વેગેનઆર કાર નંજી.જે ૨૭ કે ૪૬૧૯ કી.રૂ.૧૦૦,૦૦૦/- એમ કુલ કી.રૂ.૧,૩૬,૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા વાંકાનેર સીટી પોલીસમાં પ્રોહી કલમ ૬૫એઇ,૧૧૬બી,૯૮(૨),૮૧મુજબ ગુનો રજી કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!