Friday, April 19, 2024
HomeGujaratવાંકાનેર : સીરામીક કારખાના બહાર રોડ પર પાર્ક થયેલા ટ્રકને તાત્કાલિક સાઈડમાં...

વાંકાનેર : સીરામીક કારખાના બહાર રોડ પર પાર્ક થયેલા ટ્રકને તાત્કાલિક સાઈડમાં રખાવવા બાબતે ત્રણ શખ્સો પર ધોકા વડે હુમલો, ફરિયાદ નોંધાઈ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભાવેશભાઇ ધીરૂભાઇ ડાભી (ઉ.વ ૨૪ ધંધો- પ્રા.નોકરી રહે- દેરાળા તા. વાંકાનેર) એ આરોપીઓ મયુરસિંહ ઉર્ફે મયલો, વીજય કોળી (રહે બંને ઢુવા તા. વાંકાનેર) તથા મનસુખ કોળી (રહે-વધાસીયા તા. વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૨ ના રોજ બપોરના આશરે બે વાગ્યાના અરસામાં આરોપીઓ વાંકાનેર તાલુકાના ઢુવા ગામે ઢુવા-માટેલ રેડ પર આવેલા મેકસન સીરામીક પાસેથી કાર નં. જીજે-૦૩-સીએ-૩૪૫૨ લઇને પસાર થતા હતા ત્યારે મેકસન સીરામીક બહાર પાર્ક થયેલ માટીની ટ્રક તાત્કાલીક સાઇડમાં રખાવવા બાબતે મેકસન સીરામીકના સીકયુરીટી ગાર્ડ સાહેદ આલોકકુમાર અને પ્રભાતકુમારને કહેતા આલોકકુમારે થોડીવારમાં ટ્રક ફેકટરીમાં લેવાની છે તેમ કહેતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ સાહેદોને ગાળો આપવા લાગેલ. જેથી, ફરીયાદી ભાવેશભાઇએ આરોપીઓને ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ ફેકટરીના ગેઇટ પાસે પડેલ લાકડાના ધોકા વડે ફરીયાદી તથા સાહેદ આલોકકુમારને ધોકા વડે મારતા ફરીયાદીને બંને હાથે ફેકચર તેમજ સાહેદ આલોકકુમારને ડાબા હાથે ફેકચર થતા તેમજ સાહેદ પ્રભાતકુમારને હાથ વડે માર મારતા શરીરે મુંઢ ઇજાઓ થઈ હતી અને આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!