Thursday, December 26, 2024
HomeGujaratવાંકાનેર : અમરસર ફાટક પોલીસની બોલેરો અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માતમાં રીક્ષાચાલક...

વાંકાનેર : અમરસર ફાટક પોલીસની બોલેરો અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માતમાં રીક્ષાચાલક ઈજાગ્રસ્ત, બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો દાખલ

અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ફીરોઝભાઈ ઈબ્રાહીમભાઈ બ્લોચ (ઉ.વ.૪૬, ધંધો વેપાર, રહે વાંકાનેર ૨૫ વારીયા રાજકોટ રોડ) એ આરોપી વાંકાનેર તાલુકા પોલીસની સરકારી બોલેરો નં જીજે-૧૮-જી-૯૦૩૦ નાં ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨ ના રોજ વાંકાનેરના અમરસર ફાટકથી આગળ અને ગંજપીરની દરગાહ સામેના ભાગે રાજકોટ રોડ પર એક બોલેરોવાળાએ વલીમામદ ઈબ્રાહીમભાઈ બ્લોચની રીક્ષાને ઓવરટેક કરીને બોલેરો પસાર થઈ ગયેલ પરંતુ અચાનક આરોપીની વાંકાનેર તાલુકા પોલીસની સરકારી બોલેરો નં જીજે-૧૮-જી-૯૦૩૦ પુરઝડપે અને બેફકરાઈથી ચલાવી પસાર થતા સાહેદ વલીમામદની છકડો રીક્ષાનં જીજે-૨૭-વાય-૯૬૬૦ ની સાથે સાઈડમાથી ભટકાતા વલીમામદને આ અકસ્માતમા માથામા હેમરેજ તેમજ પગમા તેમજ દાઢીના ભાગે તેમજ ડાબા હાથમાં ફેક્ચર થવાથી તેને સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. વાંકાનેર સીટી પોલીસે આ બનાવ અંગે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!