વાંકાનેરમાં રહેતા અનુસૂચિત જાતિના લોકો કે જેઓ નાના વ્યવસાય સાથે જોડાયેલા છે અને પોતાની મેળે રોજગારી મેળવી રહ્યા છે તેવા લોકોનો જુસ્સો જળવાઈ રહે અને તેમને આર્થિક ટેકો પણ મળી રહે તેવી શુભ ભાવનાથી મૂળ વાંકાનેરના કેરાળા ગામના વતની અને હાલ અમદાવાદ સ્થાઈ થયેલા સી.એન.અંબાલિયા એ નાના વ્યવસાયકારો ને જરૂરિયાત મુજબની કીટ આપીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
બાબા સાહેબ આંબેડકરે અનુસૂચિત જાતિના લોકોને સમાનતાનો હક્ક આપ્યો છે જેના કારણે સમાજની પ્રગતિ થઈ છે પરંતુ હજી પણ ઘણા લોકો અશિક્ષિત, અંધવિશ્વાસ માં માનનારા અને ગરીબીમાં જીવી રહ્યા છે ત્યારે સમાજના શિક્ષિત, બુદ્ધિજીવીઓ અને સમાજ ચિંતકો એ સમજને ” પે બેક ટૂ સોસાયટી” કરવાનો સમય આવી ગયો છે. આવા ઉમદા વિચારો સાથે સમાજના અગ્રણી સી.એન. અંબાલિયા એ વાંકાનેર ખાતે અનુસૂચિત જાતિના લોકો કે જેઓ મોબાઈલ ની દુકાન ધરાવે છે તેમને પ્રોત્સાહિત કરવા માટે અને તેમનો જુસ્સો વધારવા માટે દરેક વ્યક્તિઓ ને 20-20 હજારની મોબાઈલ એસેસરીઝ આપી તેમને આર્થિક મદદ કરી હતી. નાના વ્યવસાયકારો પોતાનો વ્યવસાય સારી રીતે ચલાવી શકે અને તેમનો જુસ્સો પણ જળવાઈ રહે તેવા હેતુથી વાંકાનેર ખાતે મોબાઇલની દુકાન ધરાવતા 7 જેટલા દુકાનધારકો ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વાંકાનેર ના પેડક ખાતે આવેલ સિધ્ધાર્થ ભવન ખાતે પ્રોત્સાહિત અને સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. સાથે સાથે સમાજ માટે તેમજ કેરાળા ગ્રામજનો માટે સમાજ સેવાનું કામ કરનાર સ્વ.કેશુભાઈ અંબાલિયા નું સન્માન તેમના પત્ની ને આપી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં સમાજના અગ્રણીઓ, શ્રેષ્ટીઓ તેમજ શુભચિંતકો એકઠા થયા હતા અને તમામે પોતાના વક્તવ્ય દરમિયાન બાબા સાહેબ આંબેડકરે કહેલા શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો પર ભાર મુક્યો હતો. આ તકે સી.એન. અંબાલિયા એ પોતાના વકતવ્ય દરમિયાન વાંકાનેર ખાતે અનુસૂચિત સમાજના યુવક અને યુવતીઓ કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કરે છે તેમના માટે એક ભવન નું નિર્માણ કરવામાં આવે તેવી ટકોર કરી હતી.