પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાનાં ગાંગીયાવદરનાં રહેવાસી રમેશભાઈ મીઠાભાઈ ધરજીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૦નાં રોજ આરોપી સ્કોર્પિયો કારનાં ચાલકે પોતાની કાર પુરઝડપે બેફિકરાઈથી અને ગફલતભરી રીતે ચલાવી જોધપર ગામ ખાતે ફરિયાદીનાં મોટરસાયકલ નં. જીજે-૦૩-ઈજી-૦૩૬૫ને પાછળથી ઠોકર મારી ફરિયાદીને રોડ પર પછાડી દેતા ફરિયાદીને ડાબા ખભામાં ફ્રેકચર, હાથમાં કોણી પાસે ગંભીર ઈજા તેમ શરીરે છોલછાલની ઈજાઓ પહોંચાડી હતી. કારચાલક અકસ્માત સર્જી પોતાની કાર લઈને નાશી છુટ્યો હતો. વાંકાનેર તાલુકા પોલીસે બનાવની ફરિયાદનાં આધારે સ્કોર્પિયો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.