Wednesday, December 25, 2024
HomeGujaratવાંકાનેર : ખોજાખાના શેરીમાંથી જાહેરમાં જુગાર રમતા સાત પકડાયા

વાંકાનેર : ખોજાખાના શેરીમાંથી જાહેરમાં જુગાર રમતા સાત પકડાયા

જુગારના આ દરોડાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈના સુપરવિઝન હેઠળ વાંકાનેર પોલીસ મથકના એએસઆઈ હીરાભાઈ મઠીયા, પો.કોન્સ. કૃષ્ણસિંહ ઝાલા, પો.કોન્સ. શૈલેષભાઇ સોલંકી, પો.કોન્સ. અજીતકુમાર સોલંકી સહિતનો પોલીસ સ્ટાફ બાતમીના આધારે આજે વાંકાનેરના સીટી સ્ટેશન રોડ ઉપર આવેલ ખોજાખાના શેરીમાં ત્રાટક્યો હતો. પોલીસે આ સ્થળે તીનપતીનો જુગાર રમતા રફીકભાઈ અબુભાઈ કાફી, ઇસ્માઇલભાઈ ઇબ્રાહિમભાઈ આમરોણીયા, ઇમરાનભાઈ અલીભાઈ લાખા, આરીફભાઈ હનીફભાઈ બ્લોચ, મુકેશભાઈ ભોગીલાલ શાહ, ગનીભાઈ મીમનજીભાઈ શેરસિયા, મુસ્તાકભાઈ ઇસ્માઇલભાઈ કાફીને રોકડા રૂ. ૧૩૯૪૦/- તથા ૬ મોબાઈલ કિંમત રૂ.૧૪૦૦૦/- મળી કુલ રૂ. ૨૭૯૪૦/- નો મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!