વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને ખાનગીરાહે મળેલ હકિકત આધારે રાજકોટ ફેમેલી કોર્ટના ભરણપોષણના કેસનો કેદી મુળજીભાઇ ચનાભાઇ ચાવડા (ઉ.વ. 40, રહે કણકોટ, તા. વાંકનેર)ને દોઢ વર્ષની સજા કરેલ હતી. જે કેદી રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો હતો. આ કેદીએ તા. ૩૦/૦૩/૨૦૨૦થી તા. ૦૧/૦૧/૨૦૨૧ સુધીમાં વચગાળાના જામીન મેળવ્યા હતા. આથી, કેદીએ તા.૧ના રોજ મધ્યસ્થ જેલમાં હાજર થવાનું હતું. પરંતુ કેદી વચગાળાના જામીન પરથી ફરાર થયેલ હતો. જે ફરાર કેદી ગઈકાલે તા. ૨૭ના રોજ વાંકાનેર તાલુકાના કણકોટ ગામેથી પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલને સોંપવા તજવીજ હાથ ધરેલ છે.
આ કામગીરીમાં પીએસઆઈ આર. પી. જાડેજા, પો.હેડ.કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, પો.કોન્સ. હરિશ્ચંદ્રસિંહ ઝાલા, મુકેશભાઈ જીલરીયા, સંજયસિંહ જાડેજા, અકીલભાઈ બાંભણીયા સહિતનાઓ રોકાયેલા હતા.