Wednesday, April 24, 2024
HomeGujaratવાંકાનેર તાલુકા પોલીસે ચૂંટણી પર જ અરણીટીંબા ગામનાં પાટીયા પાસેથી વિદેશી દારૂ...

વાંકાનેર તાલુકા પોલીસે ચૂંટણી પર જ અરણીટીંબા ગામનાં પાટીયા પાસેથી વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે એક ને પકડી પાડ્યો અન્ય બેની શોધખોળ

વાંકાનેર તાલુકા પોલીસે અરણીટીંબા ગામનાં પાટીયા પાસેથી ટ્રકમાં ચોરખાનુ બનાવી સંતાડેલ વિદેશી દારુની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ ૫૪૦ (કિં.રૂ.૧, ૬૨,૦૦૦/-) તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૧૧,૬૫,૧૦૦/- નાં મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો : ચૂંટણી પર જ મોટો જથ્થો ઘૂસે એ પહેલાં વાંકાનેર તાલુકા પોલીસને સફળતા મળી

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા તરફથી જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણ પર અંકુશ લાવવા દારૂની બદી નેસ્ત નાબૂદ કરવા સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઈ આર. પી. જાડેજા તથા ડીંસ્ટાફ ના કર્મચારીઓ ટીમ પેટ્રોલિંગમાં હતા એ સમય દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે વાંકાનેરના અરણીટીંબા ગામના પાટિયા પાસેથી ટ્રક નં. જીજે-૧૫-ઝેડ-૧૧૬૧ માં ચોરખાનું બનાવીને ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો છુપાવીને વાંકાનેર તરફ ઘુસાડવાનો છે ત્યારે મળેલી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી ટ્રકમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ ૫૪૦ (કિં. રૂ. ૧,૬૨,૦૦૦/-), ટ્રક (કિં.રૂ.૧૦,૦૦,૦૦૦/-), વીવો કંપનીનો મોબાઇલ નંગ ૧ (કિં.રૂ.૨૦૦૦/-) તથા રોકડ રકમ રૂ.૧૧૦૦/- એમ કુલ કિં. રૂ.૧૧,૬૫,૧૦૦/- ના મુદામાલ સાથે આરોપી હરખારામ રેવારામ સોલંકી (ઉ.વ.૪૦, રહે. જાનવાનાડી સુથારોન કા તલ્લા તા.જી.બાડમેર (રાજસ્થાન)) વાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો ભરતસિંગ અને હરપાલસિંહ ઝાલા (રહે. કારોલ તા. ચુડા જી. સુરેન્દ્રનગર) વાળાનું નામ ખુલતા પોલીસે તેમને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે ત્યારે મોરબી જીલ્લામાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે જેના લીધે આચારસંહિતા પણ લાગુ છે એ સમયે જ વાંકાનેર તાલુકા પોલીસને આ વિદેશી દારૂનો જથ્થો મોરબી માં ઘૂસે એ પહેલાં જ પકડી પાડવામાં સફળતાં મળી છે.

આ કામગીરીમાં વાંકાનેર તાલુકા પીએસઆઈ આર. પી. જાડેજા, પો.હેડ.કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, પો.કોન્સ. હરિચંદ્રસિંહ ઝાલા, મુકેશભાઈ જીલરીયા, સંજયસિંહ જાડેજા, અકિલભાઈ બાંભણીયા અને અજયસિંહ ઝાલા સહિતનાંઓએ આ સફળ કામગીરીને અંજામ આપ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!