Wednesday, April 24, 2024
HomeGujaratવાંકાનેર બાઉન્ડ્રી નજીક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, બેની...

વાંકાનેર બાઉન્ડ્રી નજીક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, બેની શોધખોળ

પ્રાપ્ત વિગતો અનુસાર ચોટીલા રાજકોટ નેશનલ હાઇવે પર વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ ટોલનાકા પાસે રમેશભાઇ સોમાભાઇ જેજરીયાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે રાખેલ ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ વ્હીસ્કીની બોટલો નંગ ૭૫ (કુલ કિં.રૂ. ૨૮,૧૨૫/-) મુદામાલ પકડી પાડવામાં આવ્યો છે. આરોપી રમેશે આરોપી નવનીતભાઇ પાસેથી આ મુદામાલ વેચાણ કરવાના ઇરાદે ખરીદ્યો હતો. વાંકાનેર તાલુકા પોલીસે રેઇડ દરમ્યાન આરોપી જીવણભાઇને પકડી પાડ્યો છે. અને આરોપીઓ રમેશ અને નવનીતને પકડવા તજવીજ હાથ ધરી છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!