Tuesday, November 19, 2024
HomeGujaratવાંકાનેર તાલુકા પોલીસનો સપાટો : બે સ્થળોએથી જુગાર રમતા દસ પત્તાપ્રેમીઓને દબોચી...

વાંકાનેર તાલુકા પોલીસનો સપાટો : બે સ્થળોએથી જુગાર રમતા દસ પત્તાપ્રેમીઓને દબોચી લીધા

મોરબી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં પ્રસરતી જતી જુગારની બદીને ડામવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના પગલે ગઈકાલે મોરબી તાલુકા પોલીસે બે સ્થળોએ રેઇડ કરી તીન પત્તીનો જુગાર રમતા 10 ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, અગાભી પીપળીયા ગામથી કોટડા નાયાણી ગામ તરફ જવાના રસ્તે લાઈટના અજવાળે અમુક લોકો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જાહેરમા ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત જુગાર રમતા ખીમજીભાઈ ભગવાનજીભાઈ કાંજીયા (રહે.અગાભી પીપળીયા તા.વાંકાનેર જી.મોરબી), જગદીશભાઈ ઉર્ફે કાળુભાઈ શામજીભાઈ ઘેટીયા (રહે.અગાભી પીપળીયા તા.વાંકાનેર જી.મોરબી), શાંતીલાલ આંબાલાલ મારૂ (રહે. કબીરધામ સોસાયાટી શેરી નં- ૦૪, મોરબી રોડ, રાજકોટ), હરખાભાઈ જીવરાજભાઈ ઘેટીયા (રહે.બોમ્બે હાઉસીંગ સોસાયટી શેરી નં- ૦૨, યુનીવર્સીટી રોડ, રાજકોટ) તથા નરેંદ્રભાઈ ઉર્ફે નંદાભાઈ ગોપાલભાઈ શેરસીયા (રહે. રામેશ્વર સીલ્વર પાર્ક સોસાયટી, મોરબી રોડ, રાજકોટ) નામના શખ્સોને રોકડા રૂ.૧૨,૩૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમે બાતમીનાં આધારે પંચાસીયા ગામની વીડ તરીકે ઓળખાતી સીમમાં ખરાબામાં રેઇડ કરી જાહેરમાં ગોળ કુંડાળું વળી તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા સહદેવસિંહ જયવીરસિંહ જાડેજા (રહે.સજનપર તા.વાંકાનેર જી.મોરબી), રાઘવજીભાઇ અજાભાઇ દેસાઇ (રહે.સજનપર તા.ટંકારા જી.મોરબી), અમ્રુતલાલ રાઘવજીભાઇ વીડજા (રહે હાલ-મોરબી,યદુનંદન પાર્ક-૨૩,મોડર્ન હોલની પાછળ મુળ ગામ-જુના ઘાંટીલા તા.માળીયા મીયાણા જી.મોરબી), સુરેશભાઇ પરસોત્તમભાઇ કાવર (રહે હાલ-મોરબી,સામાકાંઠે,ગોપાલ સોસાયટી મુળ ગામ-દહીંસરા તા.માળીયા મીયાણા જી.મોરબી) તથા મગનભાઇ સુંદરજીભાઇ દલસાણીયા (રહે.સજનપર તા.ટંકારા જી.મોરબી) નામના શખ્સોને રોકડ રૂપીયા-૧૭,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!