Thursday, May 14, 2026
HomeGujaratવાંકાનેર તાલુકા પોલીસની ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી, રૂ.૧.૧૦ કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો

વાંકાનેર તાલુકા પોલીસની ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી, રૂ.૧.૧૦ કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ગેરકાયદેસર ખનીજના વહન સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પેટ્રોલિંગ દરમિયાન ઓવરલોડ તથા ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરતા ચાર ભારે વાહનો કબ્જે કરી કુલ રૂ.૧.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ રેન્જ આઈજીપી નિર્લિપ્ત રાય, મોરબી પોલીસ અધિક્ષક એમ.એન. પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.વી. ખાંભલા અને સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે તથા ઓવરલોડ ખનીજનું વહન કરતા વાહનો ઝડપાયા હતા.

કાર્યવાહી દરમિયાન પોલીસે અશોક લેલન કંપનીના બે ડમ્પર અને બે ટ્રક સહિત કુલ ચાર વાહનો કબ્જે કર્યા હતા. જેમાં ડમ્પર નં. જીજે-૧૩-એએક્સ-૦૮૯૨ અને જીજે-૨૭-ટીડી-૨૪૦૬ બંનેની કિ.રૂ.૩૦-૩૦ લાખ તેમજ ટ્રક નં. જીજે-૦૩-બીવાય-૪૬૯૪ અને જીજે-૧૧-ડબલ્યુ-૯૬૧૮ બંનેની કિ.રૂ.૨૫-૨૫ લાખ, આ રીતે કુલ રૂ.૧ કરોડ ૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વાંકાનેર તાલુકા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!