Thursday, May 14, 2026
HomeGujaratહળવદ જમીન કૌભાંડ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરતી હળવદ-પોલીસ

હળવદ જમીન કૌભાંડ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરતી હળવદ-પોલીસ

હળવદ તાલુકાની સરકારી જમીનના રેવન્યુ રેકર્ડમાં ખોટી એન્ટ્રીઓ કરી જમીન પોતાના નામે કરાવવાના કરોડો રૂપિયાના જમીન કૌભાંડ કેસમાં હળવદ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે થાનગઢ તાલુકાના અભેપર ગામના બીજલ અમરશીભાઈ ઝેઝરીયાને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, હળવદ પોલીસ સ્ટેશનમાં તા. ૦૮/૧૧/૨૦૨૫ના રોજ સરકાર તરફે હળવદ મામલતદાર દ્વારા કુલ નવ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. જેમાં હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામની સરકારી જમીનના રેવન્યુ રેકર્ડમાં ખોટી એન્ટ્રીઓ કરી જમીન પોતાના નામે કરાવી લીધાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ હળવદ પોલીસ ઇન્સપેક્ટર આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ બાકી રહેલા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન જમીન કૌભાંડમાં ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવી સરકારની જમીન પોતાના નામે કરાવનાર આરોપી બીજલ અમરશીભાઈ ઝેઝરીયા રહે. અભેપર તા. થાનગઢ જી. સુરેન્દ્રનગરને ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ હળવદ પોલીસે આરોપીને હસ્તગત કરી આગળની વધુ તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!