મોરબીના ડીપીઈઓ બી.એમ. સોલંકી દ્વારા વાંકાનેર તાલુકા શાળામાં ફરજ બજાવતા શિક્ષક સુનિલ સંઘાણીનું પીએચ.ડી.થતા સન્માન થયું.
મોરબી: મોરબી નિવાસી અને હાલ રામકૃષ્ણ તાલુકા શાળા વાંકાનેરમાં આસિસ્ટન્ટ શિક્ષકની ફરજ બજાવતા સુનિલકુમાર એમ. સંઘાણીએ પ્રમુખ સ્વામી મહારાજની વિશાળ જીવનગાથા અને જેનું જીવનકાર્ય દિવ્ય છે જેઓ બીજાના સુખમાં પોતાનું સુખ અને બીજાની ભલાઈમાં પોતાની ભલાઈ સમજતા અને પરસ્પર પ્રેમ પ્રસરાવે“ એને ધર્મ કહેતા,સ્વામીજી આધ્યાત્મિક ગુણોની ટોચે બિરાજતા હતા છતાં તેઓમાં અહમસુન્યતા હતી, સ્વામીશ્રીએ માત્ર ભારતના સામાજીક જીવનમાં નહિં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાના જીવનકાર્ય દ્વારા અામુલ પરિવર્તન કર્યું છે એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીના જીવન કવન આધારિત મહાશોધ A Study Of Pramukhswami Maharaj’s Biography In Educational Perspective”(“પ્રમુખસ્વામી મહારાજના જીવનદર્શન નો શૈક્ષણિક પરિપેક્ષમાં અભ્યાસ”) વિષય પર મહાશોધ નિબંધ ડો. એલ.એસ. ભોરણિયાનાં માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરતા તેઓને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરાઇ છે.આ તકે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સી.સી.કાવર સાહેબ, મોરબી રાષ્ટ્રીય સ્વૈચ્છીક સંઘના અધ્યક્ષ શ્રી દિનેશભાઇ વડસોલા ઉપસ્થિત રહ્યા હતા.