Saturday, April 27, 2024
HomeGujaratશ્રીમતી એલ.કે. સંધવી ગલ્સ હાઇસ્કૂલ વાંકાનેરની વિધાર્થીની સિધ્ધિ, સ્વામી વિવેકાનંદ વિષયક વકૃત્વ...

શ્રીમતી એલ.કે. સંધવી ગલ્સ હાઇસ્કૂલ વાંકાનેરની વિધાર્થીની સિધ્ધિ, સ્વામી વિવેકાનંદ વિષયક વકૃત્વ સ્પર્ધામાં રાજયમાં પ્રથમ

રામકૃષ્ણ આશ્રમ દ્વારા સ્વામી વિવેકાનંદ ૧૫૮ જન્મજયંતિ નિમિતે વિવિધ સ્પર્ધાઓ યોજાતી હોય છે. આ વર્ષે કોરોના મહામારીને કારણે ઓનલાઇન ૨૬ રાજ્યોમાં આ સ્પર્ધા યોજાયેલ હતી. આ વકૃત્વ સ્પર્ધામાં શ્રીમતી એલ.કે. સંધવી ગલ્સ હાઇસ્કૂલની ધોરણ ૧૦ની વિધાર્થીની રાવલ નિર્જરા જતીનભાઇએ ‘‘નિર્ભય બનો અને મુસીબતોનો સામનો કરો’’ એ વિષેય પર વકૃત્વ રજૂ કરી તેમને ગુજરાત રાજયમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. આ પ્રથમ નંબર પ્રાપ્ત કરવા બદલ વિધા ભારતી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શાળા પરિવાર, રાવલ પરિવાર તેમજ શિક્ષણાધિકારી કચેરીનું ગૌરવ વધારેલ છે. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ લલિતભાઇ મહેતા તેમજ શાળાના પ્રધાનાચાર્ય દર્શાનાબેન જાનીએ વિધાર્થીને હદય પૂર્વક ખુબ ખુબ અભિનંદન પાઠવેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!