આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દીપકભાઇ દિલીપભાઇ ખાંડેખા (ઉ.વ.૩૨, ધંધો મજુરી, રહે.વાંકાનેર રામચોક)એ આરોપીઓ કાનાભાઇ વેલાભાઇ પરમાર (રહે.ભોજપરા લાહુ, તા.વાંકાનેર), જગાભાઇ નાજાભાઇ સિંધવ (રહે.મકતાનપર, તા.વાંકાનેર), ખાજા મહંમદ (રહે.સુરેન્દ્રગનર, ગાંધીસર્કલ પાસે દરગાહ પાસે) સામે ફરિયાદ નોંધાવી હતી કે, કાશીપર ગામના પાટીયા પાસે વાંકાનેરના લુણસર નજીક આરોપી ખાજા મહંમદએ બીજા બે આરોપીઓ પાસેથી ગૌવંશ વાછરડા જીવ કતલ સારૂ મંગાવતા આ બે આરોપીઓ પોતાના હવાલા વાળી ક્વાલીસ કાર રજી.નં.જીજે-૦૭-આર-૮૭૮૬માં ગૌવંશ વાછરડા જીવ નંગ-૨ ને દોરડાથી હલન ચલન ન કરી શકે તે રીતે ક્રુરતાપુર્વક બાંધી તેમાં કોઇ પીવાના પાણીની કે ઘાસચારાની સગવડ ન રાખી કતલખાને લઇ જતા મળી આવ્યા હતા. વાંકાનેર તાલુકા પોલીસે તમામ આરોપીને ઝડપી પાડી પશુ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાનાં અધિનિયમ ૧૧(૧)(ડી) તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૧ તથા ૨૦૧૭ની કલમ ૬(A)(1), (3), 8(4) મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.