Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેર : પલાસ ગામેથી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા, પાંચની શોધખોળ

વાંકાનેર : પલાસ ગામેથી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા, પાંચની શોધખોળ

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧નાં રોજ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન બાતમીનાં આધારે વાંકાનેર તાલુકાનાં પલાસ ગામે દરોડે કરી મંદિર પાસે જાહેરમાં જુગાર રમતાં સતીષભાઇ ગોરધનભાઇ કુણપરા, વાલજીભાઇ ભનુભાઇ કૂણપરા, જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતેશભાઇ સતાભાઇ ગમારાને પકડી પાડીને તેમની પાસેથી રોકડ રૂ.૧૨,૧૦૦/- કબ્જે કરી છે. જ્યારે આરોપીઓ મુનાભાઇ બાબુભાઇ લાંબરીયા, ભગુભાઇ નથુભાઇ કૂણપરા, ભરતભાઇ મધાભાઇ કૂણપરા, મહેશભાઇ કુકાભાઇ લાંબરીયા અને મનસુખભાઇ ચોથાભાઇ છત્રોલીયા હાજર ન મળી આવતા તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!