સીએનજી રીક્ષાની આડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૭૮ (કિં.રૂ.૪૦,૫૬૦/-) મળી કુલ કિંમત રૂપિયા ૧,૦૦,૫૬૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ
મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાએ જીલ્લામાં દારૂ-જુગારની બદી નાબૂદ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને ડીવાયએસપી રાધિકા ભારાઇ નાં માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન પીએસઆઈ આર. પી. જાડેજા તથા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય દરમ્યાન પો.કોન્સ. હરિચંદ્રસિંહ ઝાલા તથા અજયસિંહ ઝાલાને મળેલ સંયુક્ત બાતમીના આધારે વાંકાનેર તાલુકા નાં મહીકા ગામના પુલ પાસેથી સીએનજી રીક્ષા નં. જીજે-૦૩-બીએક્સ-૦૪૦૫ વાળી માંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂ રોયલ ચેલેન્જર ક્લાસીક પ્રિમિયમ વ્હિસ્કીની ૭૫૦ મી.લી.ની ફોર સેલ ઈન હરીયાણા ઓન્લી લખેલ કાચની કંપની સીલ પેક બોટલો નંગ ૭૮ (કિં.રૂ.૪૦, ૫૬૦/-) મળી કુલ કિંમત રૂપિયા ૧,૦૦,૫૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી અફઝલભાઈ ઈકબાલભાઈ પીપરવાડીયા (ઉ.વ.૨૩, રહે. રાજકોટ, સદર બજાર ફૂલછાબ ભીલવાળા રાજકોટ) તથા આશીફભાઈ જીવાભાઈ મીનીવાડીતા (ઉ.વ.૨૦, રહે. ધોરાજી, કુંભારવાળા, બદુરસા કોલોની, ધોરાજી જી. રાજકોટ) એમ બે આરોપીની અટકાયક કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આ કામગીરીમાં પીએસઆઈ આર. પી. જાડેજા, પો. હેડ. કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જસપાલસિંહ ઝાલા, પો. કોન્સ. હરિચંદ્રસિંહ ઝાલા, મુકેશભાઈ જીલરીયા, સંજયસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા સહિતનાઓ રોકાયેલા હતા.