ગઈકાલે તા. ૨૨નાં રોજ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન દલવાડી ગામનાં બોર્ડ પાસેથી આરોપીઓ સંજય રાજુભાઈ સોઢા તથા વિજય વાલજીભાઈ સોઢાને હોન્ડા કંપનીનાં સાઈન બાઈક નં. જીજે-૦૩-એલક્યુ-૪૧૦૮ કિં.રૂ.૪૦૦૦૦/- વાળામાં ચેતક ક્લાસિક વ્હિસ્કીની બોટલો નંગ ૧૨ કિં.રૂ.૩૬૦૦/- ની હેરાફેરી કરતાં ઝડપી પાડ્યા હતા. પોલીસ બાઈક અને વ્હિસ્કીની બોટલો મળી કુલ રૂ. ૪૩,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.