Sunday, November 24, 2024
HomeGujaratવાંકાનેર : કાકા બન્યો હેવાન, સગીરવયની ભત્રીજી પર આચર્યુ દુષ્કર્મ

વાંકાનેર : કાકા બન્યો હેવાન, સગીરવયની ભત્રીજી પર આચર્યુ દુષ્કર્મ

વાંકાનેર પંથકમાં સંબંધને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે જેમાં કાકાએ જ પોતાની સગીરવયની ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું હતું. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર પંથકમાં રહીને કામ કરતાં મધ્યપ્રદેશના પરિવારની સગીરવયની દિકરી પર તેના જ કાકા આરોપી કિરણ આડએ એક વર્ષનાં સમયગાળા દરમ્યાન અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ સગીરાને પેટમાં દુખાવો ઉપડતા દવાખાને લઈ ગયા બાદ દુષ્કર્મ થયાની સગીરાનાં માતા-પિતાને જાણ થતાં તેમનાં પર આભ તૂટી પડ્યું હતું. સગીરાએ તા. ૨૬નાં રોજ બાળકીને જન્મ આપ્યો હતો. બનાવ અંગે સગીરાનાં પિતાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!