બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરનમાં રોયલ પાર્ક, બસ સ્ટેન્ડની પાછળ રહેતા પ્રિયંકાબેન આશીષભાઈ દામા (ઉ.વ.૨૩) નામની પરિણીતા ગઈકાલે પોતાના ઘરે કોઈ કારણોસર મચ્છર મારવાનું લીક્વીડ પી જતાં વાંકાનેર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. પરિણીતાનો લગ્નગાળો ચાર વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.