પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના જીનપરા જકાતનાકા મંદિર પાસે જાહેરમાં આરોપી વિનોદભાઈ ઉર્ફે હકો ચકુભાઈ અઘારા આરોપી જાકીરહુશેન મહમદભાઈ રાઠોડના કહેવાથી આરોપી મુન્નાભાઈ અને મેતાજી પાસે વર્લી ફીચરના આકડાઓ વોટ્સઅપથી લખી લખાવી નશીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી વર્લી ફીચરના આંકડાની કપાત આરોપી તારમહમદભાઈ ઈસ્માઈલભાઈ જુનાણી પાસે કરાવી આરોપી વિનોદભાઈ અઘારા વર્લી ફીચરના આંકડા લખેલ જુગારના સાહિત્ય તથા રોકડા રકમ રૂ.૬૦૯૦/- તથા મોબાઈલ નંગ-૨ કિં.રૂ.૧૦,૦૦૦/- એમ કુલ મુદામાલ કિં.રૂ.૧૬,૦૯૦/- ના મુદમાલ સાથે એલસીબી ટીમે આરોપી વિનોદ અઘારાને ઝડપી પાડ્યો હતો જ્યારે આરોપી જાકીરહુશેન, મુનાભાઈ, મેતાજી અને તારમહમદ હાજર નહિં મળી આવતા તેઓને પકડી પાડવા તજવીજ હાથ હાથ ધરી છે.