વાંકાનેરના ખાતે આવેલી અંધ-અપંગ ગૌ આશ્રમ-ગોપાલ વાડી અંધ-અપંગ-અશક્ત ગૌમાતાઓની સેવા કરતી અગ્રણી સંસ્થા છે. આ સંસ્થામાં અંધ-અંપગ ગૌમાતા અને તેનો પરિવાર મળી કુલ 1100થી વધુ ગૌવંશને લીલા-સુકા ઘાસ, ગોળ-ખોળ અપાય છે. અને સાથે નિષ્ણાંત પશુ ચિકિત્સક દ્વારા નિયમીત સારવાર પણ આપવામાં આવે છે.આ ગૌશાળા ની શરૂઆત 37 વર્ષ પહેલા સન 1984 થી એક અંધ ગૌમાતાથી આ ગૌ શાળા શરૂ કરીને આજે 1100 થી વધુ અંધ અપંગ ગૌ માતાની સેવા આશ્રમ કરી રહ્યું છે.આ ગૌ શાળામાં ગૌમાતાના અલગ અલગ સુંદર સેડ બનાવમાં આવ્યા છે. તેમજ ગૌ શાળા ચલાવવા માટે દરરોજ રૂ.૬૦,૦૦૦ જેટલો ખર્ચ આવે છે. છતાં પણ આ સંસ્થા લોકો પાસેથી એક જ દિવસે દાન માગે છે. જેમાં મકરસંક્રાંતિના દિવસે દાનની લોકો સરવાણી વહાવે છે. હાલમાં ખોળ અને ઘાસચારાનો ભાવ ખૂબ જ વધુ છે. ત્યારે લોકોને આવતીકાલે મકરસંક્રાંતિના દિવસે લોકો વધુને વધુ દાન કરે એવી અપીલ કરાઈ છે. આ ગૌમાતા માટે મકરસંક્રાંતિના દિવસે અલગ અલગ શહેરોમાં સ્ટોલ નાખીને દાન એકઠુ કરવામાં આવશે.અને એ દાન નો ઉપયોગ અંધ અપંગ ગાયો ના નિભાવ માટે કરવામાં આવે છે.જેથી સંસ્થા દ્વારા સૌ પ્રજાજનો ને દાન આપવા અપીલ કરવામાં આવી છે .